83 - પગ / વિનોદ જોશી
આ મારા પગ કે પછી ઝઘડતા બે જોડિયા ભાઈ છે ?
સાથે ના કદી ચાલતા જનમથી હુંસાતુંસીમાં રહ્યા.
બન્ને જાય ઉપાડી વેઠ ગણીને મારી યશ:કાયને
ઝાંપા બ્હાર નનામી જેમ, પટકે, વાળું પલાંઠી જ કે
થાતું દ્વંદ્વ શરુ, ઘડીક સખણા બેસે ન જંપી જરી.
આ પ્હેલો પગ પોર ફાળ ભરતાંમાં નંદવાઈ ગયો
બીજો બિનહરીફ તે દિવસથી સૌંદર્યસ્પર્ધા જીતે,
આ પ્હેલો ખણીને કપાસી હળવેથી હાથ આડો ધરે
બીજો ખેતરપાળને અડકવા બીજી પળે સંચરે.
બંને એકબીજા ભરે ન પગલાં સાથે કદી, એમના
કારોબાર જુદા, જુદાં પગરખાં, ઠેબાં જુદાં ને જુદાં
વ્હેવારો ગલી, કેડી ને સડકના રાખે જુદાઈ જુદી.
અંગુઠાથી મહાન સાથળ સુધી નોખા ઈજારા, છતાં
લેંઘામાં જઈ બેઉ છેતરી મને, આસ્તેથી ભેળા થતા !

0 comments
Leave comment