67 - કાગળ, ચકલી… / વિનોદ જોશી


કાગળ ચકલી સિમેન્ટ કચરો વીંટી,
ક્યાં ક્યાં ખોડું હવે ખખડધજ ખીંટી?

હડડડ તડતડ ભાંગે તૂટે કડક નક્કર હવા,
ઝળળળ તગતગ શીશીમાં ફુટપટ્ટી માપે દવા;

કાગળ પર ચરકેલી ચકલી દીઠી,
ક્યાં ક્યાં ખોડું હવે ખખડધજ ખીંટી ?

ડેમ હોય કે ડગર તોય આ રંધો ખચખચ ફરે,
ભાષાના ઘેઘૂર ચાડિયા ખરખરખરખર ખરે;

શબ્દ છેકવા જડે ન ક્યાંયે લીટી,
કાગળ ચકલી સિમેન્ટ કચરો વીંટી...


0 comments


Leave comment