22 - કમાડ ઉઘાડો રે / વિનોદ જોશી


કમાડ ઉઘાડો રે ...
આડી આડી લીટી ને ઊભો હાંસિયો
એમાં વાંકાચૂકા તે અખશર હોય !
કમાડ ઉઘાડો રે...

રૂડા લાવ્યા અરીસા પરદેશના,
એમાં છાંટા ઊડ્યા રે રાતી ઠેશના;

જોયા જોયા અંદર જોયા બ્હારથી
ના ના કીધું ને આવ્યાં અમે તોય !
કમાડ ઉઘાડો રે...

ફરકે ઊંડે અજાણ્યો એક વાવટો,
એનો આછો અણસાર અમને આવતો;

કાપું કાપું કાંડાં ને વીંધું છાતિયું
લાવ્યાં તેજી તલવાર્યું તીણી સોય !
કમાડ ઉઘાડો રે...


0 comments


Leave comment