87 - જત લખવાનું આટલું યાને વિમલીનો પત્ર / વિનોદ જોશી
આ રઘવાયા હાથનાં ખૂલી ગયાં મેદાન,
આંગળિયુંમાં આજ અક્ષર ઘોડા ખેલવે.
હમ્બો હમ્બો આંખમાં ઝીંકું માઝમ રાત,
પરોઢિયે પોંખાય સૂરજ તારા નામનો.
વેકૂરીમાં ઘર કર્યા ને દેદો કૂટ્યાં હેઈ,
જળબંબોળા નહિ (અમે) નદિયું બાંધી કેડ્યમાં.
જળની સો સો દાંડલી નેવે તરફડ થાય,
ફળિયે સળગી જાય કૂંપળ તારી યાદની.
હલ્લક ફલ્લક આંખનાં અધકચરાં એંધાણ,
ઝળઝળિયે ધોવાય મને વહમું લાગે વિનિયા.
અરડી મરડી આળખું પીંછા સરખી વાત,
કડડડભૂસ્ અંકાશ કાગળ ઉપર ખાબકે.
આંગળિયુંમાં આજ અક્ષર ઘોડા ખેલવે.
હમ્બો હમ્બો આંખમાં ઝીંકું માઝમ રાત,
પરોઢિયે પોંખાય સૂરજ તારા નામનો.
વેકૂરીમાં ઘર કર્યા ને દેદો કૂટ્યાં હેઈ,
જળબંબોળા નહિ (અમે) નદિયું બાંધી કેડ્યમાં.
જળની સો સો દાંડલી નેવે તરફડ થાય,
ફળિયે સળગી જાય કૂંપળ તારી યાદની.
હલ્લક ફલ્લક આંખનાં અધકચરાં એંધાણ,
ઝળઝળિયે ધોવાય મને વહમું લાગે વિનિયા.
અરડી મરડી આળખું પીંછા સરખી વાત,
કડડડભૂસ્ અંકાશ કાગળ ઉપર ખાબકે.
0 comments
Leave comment