70 - શબ્દપ્રસવ / વિનોદ જોશી


થપાટ જીવલેણ જીરવી શકું નહી શબ્દની.
પડું, લડથડું, ઊભો થઉં ફરી, ફરી બાખડું.
ફિણાળ મુખ સ્વેતસિક્ત થકી અશ્વહેષા ધરી,
સહું મરણતોલ સોંસરવું વજ્ર છાતી મહીં.
અવાંતર ઝિંકાય ઘા અપરિપક્વ શાં ગર્ભમાં
પડે ઉઝરડા સહસ્ત્ર કરપીણ, માત્રર્ધમાં
સ્ત્રવે વ્રણથી શબ્દભ્રૂણ-ભયગ્રસ્ત, આતંકથી
અનાગત ઝળૂંબી ઝુમ્મર ભ્રૂભંગ મધ્યે રચે.
નર્યો અરવ શબ્દ (મૂર્ચ્છિત !)સ્ફુરિત જ્રુંભા થકી
હળૂક દઈ સ્પંદ ક્યાંકથી અજાણતાં સંચરે,
શ્રમિત શ્ર્લથ ગાત્ર સ્તોક મૃદુ કંપથી થર્થરે,
ત્વચા પલકમાં જ પૂર્ણદલ દિપ્ત વેવર્ણ્યથી.
ફરે બરડ હાથ સ્નિગ્ધ લયને લપેટી હવે,
શું ફેનિલ બધું જ ફેનિલ બધું બધું ટેરવે !


0 comments


Leave comment