94 - મીરાંની ઉક્તિ / વિનોદ જોશી


એક સૂક્કા થોરની રંજાડ છે,
એના ફરતી મેં રચેલી વાડ છે;

મારો ચહેરો સ્હેજ પણ બટકયો નથી,
પણ અરીસામાં પડી તિરાડ છે;

જ્યાં મર્યાનો લઈ લીધો આનંદ મેં,
કોઈ બોલ્યું કે, ધબકતી નાદ છે;


0 comments


Leave comment