32 - ઝાટકે રે / વિનોદ જોશી
ઝાટકે રે...
ઝાટકે રે... વાળ ઝાટકે... રે... ઊભી ઊભી ઝરૂખડે,
સોનેરી વાળ ખરી જાય.
ઝીણેરી ઓઢણીમાં ઝાઝેરા મોર
આંખોમાં આથમેલ સપનાં ઘનઘોર;
પાંખડી રે...
પાંખડી રે... ફૂલ પાંખડી રે... પોચેપોચેથી ઊઘડે,
ઝાંખું પરોઢ સરી જાય.
ઓરાં એંધાણ એનાં આઘાં મુકામ,
ધોધમાર નીંદરમાં ડૂબેલું ગામ.
વાયરો રે...
વાયરો રે... ભીનો વાયરો રે... ઝૂલે ઝૂલે રે ઢૂંકડે.
ઝાકળનાં ફૂલ ઝરી જાય.

0 comments
Leave comment