35 - ઊભી બજારમાં / વિનોદ જોશી


ઊભી બજારમાં ઊભો આંબલિયો
આંબલિયે ફાળ કાચાં જી રે.

તૂટ્યા તરંગનું મોજું બંધાય નંઈ
છાલકની ધારણા છોડી,
જોબનને ઝાંઝવે ઝૂલી માછલડી
દરિયાને દાયરે દોડી;

ઊગીને આથમ્યા પરપોટા પાતળા
ભીતર પડ્યાં તળ સાચાં જી રે.

કાજળને લૂછવું પાંપણને પૂછવું
આંસુની આરપાર જોવું
છાતીનાં છૂંદણે ધબકારો ટાંકવા
આખ્ખુંયે આયખું ખોવું;

લેણદેણ ઊભી આઘેરા ઊંબરે
વાયુના વીંઝણે વાચા જી રે.

ઊભી બજારમાં ઊભો આંબલિયો
આંબલિયે ફાળ કાચાં જી રે.

તૂટ્યા તરંગનું મોજું બંધાય નંઈ
છાલકની ધારણા છોડી,
જોબનને ઝાંઝવે ઝૂલી માછલડી
દરિયાને દાયરે દોડી;

ઊગીને આથમ્યા પરપોટા પાતળા
ભીતર પડ્યાં તળ સાચાં જી રે.

કાજળને લૂછવું પાંપણને પૂછવું
આંસુની આરપાર જોવું
છાતીનાં છૂંદણે ધબકારો ટાંકવા
આખ્ખુંયે આયખું ખોવું;

લેણદેણ ઊભી આઘેરા ઊંબરે
વાયુના વીંઝણે વાચા જી રે.


0 comments


Leave comment