85 - હાથ / વિનોદ જોશી


હતાશ ! પ્રિય દોસ્ત, હાથ ! ન તને સલામી કરું
સલામ કરુ તો તને શી રીતથી કરું? તું કહે
હથેળી ( કુરુક્ષેત્ર જેવી )ઘમસાણ જેમાં રહ્યું
મચી સતત, શી પરસ્પર ભરાવી શૃગો થઇ
ભુરાઈ બધી હસ્તરેખ, ખૂનખાર સંગ્રામ આ
હવે ન અટકી શકે, અટકી ના શકે આ કડી !
રમાડી ફૂલટેરવાંથી હતી કોઈની શ્યામલી
ઘટા ઘનસુકેશની, ન હતી તર્જની ઓષ્ઠ પે
રતુંબડી જ પંખુડી ! પછી? પછી નહીં પૂછ તું
મને ક્યાં ખબર ક્યાં હતી ? ખબર ક્યાં તને યેહતી ?
હતાશ ! પ્રિય, તારી આંગળિયુંના જ ઝંડા હવે
કરી વિજયઘોષ (મુઠ્ઠીભર ) આમ ‘ડિક્કો’ કરે?
ખલાસ ! પ્રિય દોસ્ત , હાથ ! ન તને સલામી કરું
હજીય દમયંતી નું છળ રગે રગે છે ભર્યું !


0 comments


Leave comment