55 - આજની ઘડી કાલનો દિ’ / વિનોદ જોશી
આજની ઘડી કાલનો દિ’
ત્યાર પછી ચકલીએ અમથુંએ કર્યું નથી ચીં.
ચકલી તો ચાડિયાએ મારેલું ગપ્પું,
વરણાગી વાયરામાં વીંઝાતું ચપ્પુ;
કોણ હવે કાળઝાળ ચકલીને કહે, એલ્લી’ લી ;
આજની ઘડીને કાલનો...
ચકલીએ આસપાસ વીંટાળ્યો ડૂમો,
ચકલીને ચૂમો તો કેમ કરી ચૂમો ?
ચકલી તો પાણીમાં પડછાયા જેમ તરફડી,
આજની ઘડી ને કાલનો...
ચકલીમાં રહેતી’તી ચકલીઓ જુઠ્ઠી,
ચકલીઓ ધારદાર ચકલી તો બુઠ્ઠી;
ચકલીની વાર્તાને સપનાની જેમ ઉતરડી
આજની ઘડી ને કાલનો...
ત્યાર પછી ચકલીએ અમથુંએ કર્યું નથી ચીં.
ચકલી તો ચાડિયાએ મારેલું ગપ્પું,
વરણાગી વાયરામાં વીંઝાતું ચપ્પુ;
કોણ હવે કાળઝાળ ચકલીને કહે, એલ્લી’ લી ;
આજની ઘડીને કાલનો...
ચકલીએ આસપાસ વીંટાળ્યો ડૂમો,
ચકલીને ચૂમો તો કેમ કરી ચૂમો ?
ચકલી તો પાણીમાં પડછાયા જેમ તરફડી,
આજની ઘડી ને કાલનો...
ચકલીમાં રહેતી’તી ચકલીઓ જુઠ્ઠી,
ચકલીઓ ધારદાર ચકલી તો બુઠ્ઠી;
ચકલીની વાર્તાને સપનાની જેમ ઉતરડી
આજની ઘડી ને કાલનો...
0 comments
Leave comment