27 - આપન્નસત્વા નવોઢા/ વિનોદ જોશી


પરોઢમાં પરસેવો માણારાજ,
કે આખી રાત કરેલું ઝાંખું ફાનસ શગે ચડ્યું, રે મૂઈ !

સેંથીનું સિંદૂર ઢોલિયે પાંગત પરિયંત કોળ્યું,
અમે, (કહું ? લે કહી દઉં !) નવતર કાળજકંકુ ઘોળ્યું;

ઉંબર વચ્ચે લથડ્યું પગલું આજ
કે બેડું અધવચ ફળીયે જતાં જતાંમાં ઢળી પડ્યું રે મૂઈ !

ફૂલ સમાણું પંડ્ય પ્હાડ શા કોડ તળે ભીંસાણું,
બંધ પોપચે મરજાદાએ બધું પાથર્યું આણું;

હવે કહું નહીં, કહેતા આવે લાજ,
કે અમને ઝમરક દીવડે ઝાકળભીનું ફૂલ જડ્યું, રે મૂઈ !


0 comments


Leave comment