1 - નિવેદન – બાપાની પીંપર


આ સાથે અમે ‘સાહચર્ય પ્રકાશન શ્રેણી’ શરૂ કરીએ છીએ. ગુજરાતી સહિત્ય સંસ્કારવાંછુ વાચકવર્ગને જાણ હશે જ ‘ગદ્યપર્વ’ એ આપણી ભાષાનું સર્જનાત્મક ગદ્ય તેમજ ટૂંકી વાર્તાનું સશકત સામાયિક છે. આ સામાયિકે દસ વર્ષ પૂરાં કરી અગિયારમા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ‘ગદ્યપર્વ’ નિમિત્તે ગુજરાતી સાહિત્યનું માતબર સર્જન પ્રકાશિત થઈ રહ્યું છે. ‘ગદ્યપર્વ’ની સક્ષમ લેખક મિત્રમંડળી વર્ષમાં બે વાર ‘સાહચર્ય લેખનશિબિર’માં ભાગ લે છે. દસ વર્ષ દરમ્યાન સાહચર્ય થતું રહે છે. ‘સાહચર્ય પ્રકાશન’ એમની આ પ્રવૃત્તિનું જ ફળ છે. પોતીકા પ્રકાશન હેઠળ આ પૂર્વે એમણે સાત પુસ્તકો પ્રકશિત કર્યા છે. આજે આ સાહિત્યિક પ્રવૃત્તિનું, એનાં પ્રકાશનનું હું ઉમળકાભેર સ્વાગત કરું છું. ગીતા નાયક તેમજ ભારત નાયક ‘સાહચર્ય પ્રકાશન શ્રેણી’નો કાર્યભાર સંભાળી રહ્યાં છે. લેખકો અને કૃતિની વરણી એમની રહેશે. રસકીય ગુણવત્તાને વરેલી એમની સૂઝ, સમજનો લાભ આ પુસ્તક પ્રકાશનને મળતો રહેશે.

આજે કિરીટ દુધાતના વાર્તાસંગ્રહ ‘બાપની પીંપર’ને શ્રેણીના પ્રથમ પુસ્તકરૂપે પ્રકાશિત કરી રહ્યા છીએ. મને શ્રદ્ધા છે, અમારું આ સહિયારું સાહસ ઉત્તરોત્તર ફળદાયી નીવડશે.

ધનજીભાઈ શાહ
નવભારત સાહિત્ય મંદિર


0 comments


Leave comment