5 - અમરતલાલ / ઉદયન ઠક્કર


અમરતલાલ બહુ ચીવટથી કવિતા લખતા
અને લખ્યા પછી નોટબુકમાં ઉતારી લેતા
એમને ઘણી વાર એક ભયાનક સ્વપ્ન આવતું
સ્વપ્ન પણ કેવું ?
તો કે પોતે જાણે મરકીના રોગમાં મરી ગયા
ને પોતાની કવિતાઓ છપાઈ કે વંચાઈ નહીં
અરે, કોઈને હાથ જ ન ચડી !
પણ અમરતલાલ સ્વયં તો ઘણું લાંબુ જીવ્યા
(મારા મિત્ર હતા )
પોતાની જિંદગી દરમિયાન તેમણે
પોતાના કાવ્યસંગ્રહને
જન્મતો, વૃદ્ધ થતો
અને મરતો જોયો.


0 comments


Leave comment