6 - હોડી / ઉદયન ઠક્કર


પેટે ચાલનારા પ્રાણીની જેમ
નદી
પોતાનું આખું અવયવ ઘસડતી ઘસડતી
ધોધ તરફ આવી રહી છે
ધોધ પાસે
સાંકડા બોગદામાં ધકેલાઈ
નીચેની શિલા પર
ઊંધે માથે ફડાક ફડાક
પટકાય છે
ઘૂમરી ખાતા જળ પર
દ્રષ્ટિ ફેરવતાં ભય સતાવે છે :
આંખની આંખ વમળમાં ખેંચાઈ જશે
ધસી આવતા જળની સામે
સ્નાયુઓ તંગ કરી
હોઠ ભીંસી
એક પાતળી હોડી
ઉપરવાસ તરફ જઈ રહી છે.


0 comments


Leave comment