8 - એક પત્ર / ઉદયન ઠક્કર


દોસ્ત, પત્રનો લય પકડીને, ગાઈ કરીને, અને બને તો તબલાં લઈને વાંચ.

લયનાં અમને સવાસાત જનમોનાં જૂનાં જૂનાં વળગણ, લયમાં નાવું, લયનાં દાતણ, લયને લઈને રોજ દિશાએ જાવું. લયથી અમને પ્રેમ સ્ફુરે, ને વીર્ય સ્ત્રવે તે લયમાં લયમાં, લયભાષામાં વિચાર આવે, લયને લઈને કૈંક અગોચર, કૈંક મજાનાં સરોવરોમાં અમે ડુબાડી ચાંચ. લયનું પાછું અલકમલક છોડીઓ જેવું – કામ્યગાત્ર પંક્તિને ચૂમી લઈ ગાઢો આશ્લેષ ભરીને, લઈ ગાઢો આશ્લેષણ ભરીને ચૂરેચૂરા કરી નાખીએ એવું, લય પણ કૂદી ઊછળી આવે, લય આવે ને ના પણ આવે એવું : અલકમલકછોડીઓ જેવું. અક્ષરમેળ વૃત્ત બહુ પ્રૂડીશ. માત્રામેળની સાથે ફ્લર્ટિગ કરતાં કામાતૂર કવિને ખાસ ન આવે આંચ.

અમે ડુબાડી ચાંચ.

બંને તો તબલાં લઈને વાંચ.


0 comments


Leave comment