9 - જાસાચિઠ્ઠી / ઉદયન ઠક્કર
આ ચીઠ્ઠીને તું મશ્કરી ગણતો નહીં. તું બુઝાતા સૂર્યને જોયા કરે છે. પશ્ચિમ તરફ રાખી નજર, લઈ આંખમાં અવકાશ કેરાં ઉડ્ડયન, આજે ઉદાસીન, શાંત થઈ બેસી રહ્યો છે. શ્વેત તારા કેશને ઝુલાવતા તાતા ને તેજાબી પવનમાં ધાર જે વરતાય છે, એ તીક્ષ્ણતા મારી જ, હા, મારી જ જાસાચિઠ્ઠી છે.
તારે ઘણો ઓછો સમય છે, દોસતો ને મારી લે ટપલી, અલ્યા, બેવળ વળી કમ્મર તણા કટકા કરી ખડખડ હસી લે, કર રજૂ ગીતો –ગઝલ, ચીં –ચીં અવાજે ઊગતા પરભાતમાં આળોટ, સૂરજ-ચંદ્રને ધાવી લે બચબચ, ને પછી ઝટ આવ, દોડ્યો આવ, બહુ ઓછો સમય છે.
તારી મૂડીનો સાવ નાનો ભાગ મારે જોઈએ. મારા મુકામે તું નહીં લઈ આવે એવી તારી મિલ્કતથી હું વાકેફ છું. તે રચેલું પ્રેમનું પર્યાવરણ હું જાણું છું. વાકેફ છું. ધિંગા ને પુંસક તારા કારોબારથી; પુસ્તકેથી ઊછળીને દોટ ભરતા શબ્દથી. તું નહીં લઈ આવે સાથે એ બધીયે અસ્ક્યામતની મને, હા, જાણ છે.
જાણું છું, ‘એકાદ અવસર ના મળ્યો રે ના મળ્યો’, કહી, મુઠ્ઠી વાળી, ચીસ તારે પાડવી છે. પણ દોસ્ત, સંભાળ : દૂરના વાજિંત્ર કેરા સૂર હળવા, તેય આખર રાતની સરહદ મહીં ડૂબી ગયા. તું ને અંધારા : બસ બે જ આ બાકી, હવે તો ચૂપ રહેવામાં જ તરી ખેર છે.
રાતની છાયા ઢળે છે – આવ ચાલ્યો એકલી લઈ જાતને. ગામને પાદર ઊભો રહીને પ્રતીક્ષા હું કરું છું. આયખાની વારતાઓ માંડજે તું, બે ઘડી હું પણ સુણાવીશ વાત મારી, ને પછી મારે મુકામે પ્હોંચશું.

0 comments
Leave comment