10 - પતંગિયું / ઉદયન ઠક્કર


આ આર્ટ ગૅલેરીના હોદ્દેદારોને તમે શું સમજો છો ?
ચિત્ર આકર્ષક અને આબેહૂબ હોય, તો જ
સ્વીકારે, નકર રામ-રામ ભજો.
આ બધું હું જાણું, એટલે પલાંઠી વાળીને
ચીતરવા બેઠો.
મારાથી ચીતરાતું ગયું
પતંગિયું
પીંછી મૂકી દઈને ક્યારેક હું તેને વહાલથી પંપાળતો
રંગો બધા પુરાવા આવ્યા ત્યારે એક વાર તો
ખુશ થઈને બૂમો પાડવા લાગેલો !
કેવું ફાંકડું લાગતું હતું !
એનાં રંગ અને ડીઝાઇન જોતાં જ તમે સમજી જાઓ
કે આનો સ્વભાવ આનંદી હશે
હું મુસ્તાક હતો –
ભઈ, આપણી આ છબી આર્ટગૅલેરીમાં મુકાવાની
ત્યાં તો
એ કેનવાસની બહાર નીકળ્યું
મારી હથેળીમાં બેઠું,
આંગળી સાથે પાંખ ઘસી
ને કોઈ આઘેની ડાળ તરફ ઊ ડી ગ યું


0 comments


Leave comment