11 - ગમતી વ્યક્તિને ઘાંટો / ઉદયન ઠક્કર
ગમતી વ્યક્તિને ઘાંટો પાડી જુઓ. ધારો કે તમારી ગમતી વ્યક્તિનું નામ અન્વિતા છે. એક સવારે તમે બીજી વત્તે ઓછે અંશે ગમતી વ્યક્તિઓ સાથે ચા પીવા ઊભા છો. શેરીમાં આછીપાતળી અવરજવર ને એકંદરે આનંદ છે. ત્યાં તમે જુઓ છો તો અન્વિતા ! ચા પડતી મૂકી તમે બૂમ પાડો છો –‘અન્વિતા!’ પછી વાતચીતના અવાજમાં મિત્રોને કહો છો, ‘અન્વિતા છે, યાર.’ લોકોનું ધ્યાન એની તરફ છે, શેરીની હવામાં બે ઘડી એ જ નામ તરવરે છે. તમે પાછી બૂમ પાડો છો, એવા ઉલ્લાસથી, જેને તમે બચપણથી જ ગમતી વ્યક્તિઓ માટે અનામત રહેવા દીધો છે : ‘અ..ન્વિ..તા..’
આ ઘટનાનો અસ્સલ ફાયદો એ છે કે તમે ઘાંટો પાડો છો. ઢાંકપિછોડા કરતા નથી. પ્રકટ થાઓ છો. ખુશીઓ મળે, ત્યારે સાદ કરો છો કે હું ખુશ છું, બૉસ !
ગમતી વ્યક્તિને ઘાંટો તો પાડી જુઓ.
આ ઘટનાનો અસ્સલ ફાયદો એ છે કે તમે ઘાંટો પાડો છો. ઢાંકપિછોડા કરતા નથી. પ્રકટ થાઓ છો. ખુશીઓ મળે, ત્યારે સાદ કરો છો કે હું ખુશ છું, બૉસ !
ગમતી વ્યક્તિને ઘાંટો તો પાડી જુઓ.
0 comments
Leave comment