16 - વરસાદમાં / ઉદયન ઠક્કર


ભીંજાવામાં નડતર જેવું લાગે છે
શરીર પોતે બખ્તર જેવું લાગે છે

મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ :
ઊઘડી જઈએ, અવસર જેવું લાગે છે

મોસમની હિલચાલ જ છે આશાવાદી
સોળ અચાનક સત્તર જેવું લાગે છે

ખુલ્લા ડિલે ઊભેલું આ વૃદ્ધ મકાન
એક એક ટીંપુ શર જેવું લાગે છે !


0 comments


Leave comment