17 - વિરહ / ઉદયન ઠક્કર


તેં સ્મૃતિ પહેરા તળે રાખી હશે
ચાંદનો ગણવેશ પણ ખાખી હશે

દીપડી લોહીને ચાખે જે રીતે
એમ પીડાએ તને ચાખી હશે

પ્રેમ કાવ્યો ક્યારનાં પૂરાં થયાં
ટિપ્પણી જેવું જીવન બાકી હશે

પ્રાણી ખંખેરે ત્વચાને એ રીતે
યાદને તેં ઝાટકી નાખી હશે


0 comments


Leave comment