18 - પરોઢ / ઉદયન ઠક્કર


બરફવાળા ગોળાની લિજ્જત હશે
સૂરજની ઉપર રાતું શરબત હશે !

જુઓ, સૂર્યની લાલ આંખો જુઓ
જરૂર રાતે કોઈ જિયાફત હશે

સૂરજ બૂલડોઝર, અને તારલા...
એ ઝૂંપડીમાં કચડાતી રૈયત હશે !

સૂરજ લિ.ના ઇસ્યૂનું ભરણું ખુલ્યું
બધી ડાળે કલબલ ને મસલત હશે

નકર તારલા રાતપાળી ન લે
ટકા વીસ બોનસની સવલત હશે


0 comments


Leave comment