19 - આ તરફ કે ઓ તરફ / ઉદયન ઠક્કર
આ તરફ કે ઓ તરફની પાળ પર
આપણે અંતિમ, અચોક્કસ ઢાળ પર
શી કલામયતાથી ગૂંથાઈ ગયાં
તું અને હું અવસરોની સાળ પર !
કોણ કહે છે કે એ દેખાતો નથી ?
વાયરો ફરફરતો તારા વાળ પર
એક પંખી, સ્હેજ કલરવતું, કદીક
ચાંચને ઘસતું ગયું ઘડિયાળ પર
આપણે અંતિમ, અચોક્કસ ઢાળ પર
શી કલામયતાથી ગૂંથાઈ ગયાં
તું અને હું અવસરોની સાળ પર !
કોણ કહે છે કે એ દેખાતો નથી ?
વાયરો ફરફરતો તારા વાળ પર
એક પંખી, સ્હેજ કલરવતું, કદીક
ચાંચને ઘસતું ગયું ઘડિયાળ પર
0 comments
Leave comment