20 - સાત, છ, પાંચ, ચાર... / ઉદયન ઠક્કર


સાત, છ, પાંચ, ચાર, ત્રણ, બે, એક...
શૂન્ય તરફ જાવાની ટેક

ભળવા ચકલીનું ગાન
થયું ડોકિયું ક્ષિતિજે છેક !

છોડ દોસ્ત, લેજરને છોડ !
સૂરજનું ફળ લેવા ઠેક

કવિતા વિદ્યુતરેખ સમાન
ઉજ્જવળ; જ્વલનશીલ; ક્યારેક

ગઝલ પ્રિયા સાથેની વાત
અસલ કાફિયો બો ડૅરેક


0 comments


Leave comment