1 - નિવેદન - 'થોડુંક' / મનોહર ત્રિવેદી


‘વેળા’ કાવ્યસંગ્રહ ગુજરાતી ભાવક સમક્ષ મૂકી હું પ્રસન્નતા અનુભવું છું.

મારે મારી કવિતા વિશે જે થોડું-ઝાઝું કહેવું હતું તે, સંગ્રહના પ્રાસ્તાવિક રૂપે ગણી શકાય તેમ છે : ‘અને તે વાતે મારી કવિતા, સર, રિઅલ છે’ લેખમાં પ્રવેશ કરવા આપને નમ્ર નિવેદન છે : આ લેખ ‘શબ્દસૃષ્ટિ’ (ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૧)ના દીપોત્સવી અંક માટે લખાયેલો. ગુજરાતી સાહિત્ય અકાદમીના મહામાત્ર તથા ‘શબ્દસૃષ્ટિ’ના સમ્પાદક કવિમિત્ર હર્ષદ ત્રિવેદી એમાં નિમિત્ત બન્યા છે એ માટે તેમનું આ સ્થળેથી, હાથ ઊંચો કરીને અભિવાદન કરી લઉં. પ્રિય મનુભાઈ શાહ, સ્વ. શ્રી રોહિત કોઠારી તથા ગૂર્જર-પરિવારના મિત્રોને પણ ભાવપૂર્વક નમન.

કવયિત્રી-વાર્તાકાર ને ચિત્રકાર સૌ. દક્ષાબેન પટેલે આ સંગ્રહનું મુખપૃષ્ઠ તૈયાર કરીને મને રાજી કર્યો છે તો, કવિ-વાર્તાકાર શ્રી રાજેન્દ્ર પટેલને ન સંભારું તોપણ એના ચહેરાની એકાદી રેખા પણ આધી-પાછી નહીં થાય તે હું જાણું છું. મિત્રો, ભાવકો, સામયિકો અને તેના તંત્રી-સમ્પાદકો, આકાશવાણી અને દૂરદર્શન જેવાં માધ્યામોનોય હૃદયપુર્વક આભાર.
- મનોહર ત્રિવેદી

‘પ્રણવ’ – સૂર્યનગર – ઢસાજંકશન
જિ. ભાવનગર-૩૬૪૭૪૦
ફોન : (૦૨૮૪૭)૨૩૩૨૭૬


0 comments


Leave comment