3 - તને ઓળખું છું, મા / મનોહર ત્રિવેદી


તને ઓળખું છું, મા
સરે અચાનક હોઠેથી બસ, એક વેણ તે ખમ્મા !

ખમ્મા કહેતાં પાંપણ પરથી નહીં ખરેલાં આંસુ
ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું

મળે લ્હેરખી : હોઉં ભલે હું લૂ-ઝરતા મારગમાં

તરણા પેઠે ચાવે કે હડસેલ, કોઈ ફેંકે
પગભર ઊભો થાઉં ફરી તારી મમતાને ટેકે

દસે ટેરવાં અડે ને પીડા છૂ થાતી પળભરમાં

ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે
કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે ?

સ્મરણ-સ્મરણ તે તીરથ: તારી એમ કરું પરકમ્મા
તને ઓળખું છું, મા
*
૧૯-૦૫-૨૦૦૧ / શનિ / અપરા એકાદશી


0 comments


Leave comment