4 - બાપુની શીખ / મનોહર ત્રિવેદી
બચપણનો તંતુ બારીક
સાંભરે છે બાપુની આટલીક શીખ
માથા પર મીઠપથી હાથ જરી ફેરવીને ચીંધે : જો વગડાનાં ઝાડ
આપમેળે ઊઠીને એમ જ અપાઈ જાય પંખીને લીલુડા લાડ
છાંયડા ધરીને પેલા સૂરજને કહેશે : તું મન ફાવે એટલું લે, ધીખ!
માતા જે હોય તે શું સમજે નહીં કે એના બાળકને લાગી છે ભૂખ!
છાતીએ ચાંપી એના થડકારા સાંભળતી વણપૂછ્યે જાણે લે દુઃખ
એવી રીતે જ ભાઈ, ઈશ્વર તો ભેરુ છે : ભેરુની પાસે પણ ભીખ!
એવું તો બનશે કે તું જેને ચાહે છે તેનો મળે ન તને સ્નેહ
ઝીલે છે, કોઈ નથી ઝીલતું એ વાતનો ન મેઘ કદી કરશે સંદેહ
મળવાનું મન થતાં જ ઊપડ્યા : ક્યાં માટીને આપી’તી કોઈ તારીખ ?
સાંભરે છે બાપુની આટલીક શીખ
*
૨૬-૦૧-૨૦૦૯ / સોમ / પ્રજાસત્તાકપર્વ

0 comments
Leave comment