27 - દરિયાઈ ચિત્રો / ઉદયન ઠક્કર


હેઈસ્સો, હેઈસ્સો ! પરવાળા, પરવાળા !

સાથળ પર, કમ્મર પર, વક્ષ:સ્થળે
ધીરે ધીરે ફરી વળ્યો દરિયો રે
થાકેલો-પાકેલો સૂરજ
ન્હાવા માટે જળમાં ઊતરિયો રે !

કોક રાત સાગરમાં રસ્તો રચાય
અને ચાલે છે અજવાળાં
હેઈસ્સો, હેઈસ્સો ! પરવાળા, પરવાળા !

થરથરતી શ્યામવર્ણ છાતીએ આજ
રાતવાસો છે, હંબેલા !
દરિયાનાં ઓળખીતાં ફેફસાંમાં તોફાની
શ્વાસો છે, હંબેલા !

‘જળપરીઓ જોવાને ચાલ’ કહી બોલાવે
પાણી ભમ્મરિયાળા
હેઈસ્સો, હેઈસ્સો ! પરવાળા, પરવાળા !


0 comments


Leave comment