28 - પગદંડી તો અહીંયાં અટકી / ઉદયન ઠક્કર
પગદંડી તો અહીંયાં અટકી
ડાળી અધવચ્ચે થી બટકી
(કરેણનાં ફૂલોનું શું ?)
એક મળે ને બીજો છૂટે
એ રીતે સંગાથો ખૂટે
(કરેણનાં ફૂલોનું શું ?)
લીલું ધાન્યલચેલું ખેતર
વાવ ફરીથી, ખેડ નવેસર
(કરેણનાં ફૂલોનું શું ?)
છેક લગી તો ક્યાંથી જાઉં ?
બધી જ કેડી કામચલાઉ...
(કરેણનાં ફૂલોનું શું ?)
તમે હોત, તો અસલ ઉતારે
પહોંચી જાતે અમુક સવારે
(કરેણનાં ફૂલોનું શું ?)
નિરાકારની છાયા જેવા
અમે, હવે ગુમાયા જેવા
(કરેણનાં ફૂલોનું શું ?)
પગદંડી તો અહીંયાં અટકી
ડાળી અધવચ્ચે થી બટકી
(કરેણનાં ફૂલોનું શું ?)
એક મળે ને બીજો છૂટે
એ રીતે સંગાથો ખૂટે
(કરેણનાં ફૂલોનું શું ?)
લીલું ધાન્યલચેલું ખેતર
વાવ ફરીથી, ખેડ નવેસર
(કરેણનાં ફૂલોનું શું ?)
છેક લગી તો ક્યાંથી જાઉં ?
બધી જ કેડી કામચલાઉ...
(કરેણનાં ફૂલોનું શું ?)
તમે હોત, તો અસલ ઉતારે
પહોંચી જાતે અમુક સવારે
(કરેણનાં ફૂલોનું શું ?)
નિરાકારની છાયા જેવા
અમે, હવે ગુમાયા જેવા
(કરેણનાં ફૂલોનું શું ?)
પગદંડી તો અહીંયાં અટકી
0 comments
Leave comment