9 - તડકાને તો હોય / મનોહર ત્રિવેદી
તડકાને તો હોય કહે, શું લેવાદેવા ?
પંખી કે માણસ હો અથવા હોય સરગના દેવા ?
મણ સૂરજ ચૈતરમાં વરસે, પોષ મહીં પાશેર
ગામેગામ એ કરે આવ-જા, પડે કશો ના ફેર
નહિ ગરમી – ઉકળાટ – તપારો : નહિ નળિયાં, નહિ નેવા
અકળામણથી લોથપોથ સૌ રસ્તા – ચોક – મકાન
સૂનકારની પીંછીથી વસતીમાં સર્જ્યું રાન
હૈયા-સરખું હોય તો પથ્થર પણ લાગે છે વ્હેવા
ત્રસ્ત ટહુકા હાંફે નીડે : નથી ઝૂલતી ડાળ
સાંજ લગી ના બ્હાર નીકળશે ઘરની આ પરસાળ
તને ઓરડો સાચવશે : તું સાચવજે પારેવાં
તડકાને હોય કહે, શું લેવાદેવા ?
*
૧૨-૦૫-૧૯૯૯ / ગુરુ
પંખી કે માણસ હો અથવા હોય સરગના દેવા ?
મણ સૂરજ ચૈતરમાં વરસે, પોષ મહીં પાશેર
ગામેગામ એ કરે આવ-જા, પડે કશો ના ફેર
નહિ ગરમી – ઉકળાટ – તપારો : નહિ નળિયાં, નહિ નેવા
અકળામણથી લોથપોથ સૌ રસ્તા – ચોક – મકાન
સૂનકારની પીંછીથી વસતીમાં સર્જ્યું રાન
હૈયા-સરખું હોય તો પથ્થર પણ લાગે છે વ્હેવા
ત્રસ્ત ટહુકા હાંફે નીડે : નથી ઝૂલતી ડાળ
સાંજ લગી ના બ્હાર નીકળશે ઘરની આ પરસાળ
તને ઓરડો સાચવશે : તું સાચવજે પારેવાં
તડકાને હોય કહે, શું લેવાદેવા ?
*
૧૨-૦૫-૧૯૯૯ / ગુરુ
0 comments
Leave comment