12 - આ તડકો ભાદરવાનો / મનોહર ત્રિવેદી
આ તડકો ભાદરવાનો
બપોર થાતાં મારગ-છાંયો હમણાં આછરવાનો
પ્રાત:કાળે મેઘરવાના કીધા લીરેલીરા
રુઝવે ક્યાં ઓસડિયાં પથના લોહીઝાણ સૌ ચીરા
રૂઆબ આવો કોઈ રાજવીમાં પણ ક્યાં મળવાનો ?
વગડાની આ લીલોતરીમાં એકલસૂરો ફરે
પાનપાનમાં એની તીણી કિરણસળીઓ સરે
થોર વીંધતો ગયો પવન તે પાછા નહીં વળવાનો
સૂરજ ત્યાં કાંઠા ઉપરથી તળાવજળમાં કૂદે
ગુલમ્હોરના ફૂલ ઉપર માંડી આ વાતો ફૂદે :
સાંજ પડ્યે પોતાના ગુસ્સાથી લાજી મરવાનો
આ તડકો ભાદરવાનો
*
૩૦-૦૯-૨૦૦૮ / મંગળ
બપોર થાતાં મારગ-છાંયો હમણાં આછરવાનો
પ્રાત:કાળે મેઘરવાના કીધા લીરેલીરા
રુઝવે ક્યાં ઓસડિયાં પથના લોહીઝાણ સૌ ચીરા
રૂઆબ આવો કોઈ રાજવીમાં પણ ક્યાં મળવાનો ?
વગડાની આ લીલોતરીમાં એકલસૂરો ફરે
પાનપાનમાં એની તીણી કિરણસળીઓ સરે
થોર વીંધતો ગયો પવન તે પાછા નહીં વળવાનો
સૂરજ ત્યાં કાંઠા ઉપરથી તળાવજળમાં કૂદે
ગુલમ્હોરના ફૂલ ઉપર માંડી આ વાતો ફૂદે :
સાંજ પડ્યે પોતાના ગુસ્સાથી લાજી મરવાનો
આ તડકો ભાદરવાનો
*
૩૦-૦૯-૨૦૦૮ / મંગળ
0 comments
Leave comment