14 - ઉઘડ્યા હોંશથી ડેલા / મનોહર ત્રિવેદી


ઉઘડ્યા હોંશથી ડેલા
એવી આવી મંગળ વેળા
ઢૂંકડાં આવ્યાં ચોઘડિયાં ને
ઢૂંકડાં આવ્યાં કહેણ
ઢૂંકડાં તોરણ-ચાકળા ઝીલે
ઝાંઝરનાં કૈં વેણ

બેઠા છે ગણશર પ્હેલા
ઉઘાડ્યા હોંશથી ડેલા

ઢૂંકડી ડાળી, ઢૂંકડાં ફૂલો
ઢૂંકડાં દીઠાં વંન,
ઢૂંકડા કેડા, ઢૂંકડો ઝાંપો,
ઢૂંકડા આવ્યાં મંન,
એવી આ મંગળ વેળા
સ્વાદ અને સુગંધના રેલા
ઢૂંકડું ગાડું, ઢૂંકડો સાફો
ઢૂંકડું એક ગવન
ઢૂંકડી આ ભીંજાવતી છોળ્યું
ચાર મળ્યાં લોચન

મળ્યા-મળ્યા રંગના મેળા
કીધાં એક પળમાં ભેળાં.
*

૨૪-૦૧-૨૦૦૦ / સોમ


0 comments


Leave comment