31 - એક છોકરો સોડા જેવો / ઉદયન ઠક્કર


એક છોકરો સોડા જેવો, વ્હીસ્કી જેવી છોરી... વ્હીસ્કી જેવી છોરી રે !

સોડાનું ભવિતવ્ય આખરે વ્હીસ્કીઓમાં ભળવું જી
તે અગાઉ, જો કે, બોટલમાં પુરાઈને ખળભળવું જી
માટે વાચક સોડાજી ! તમે ધીરજ રાખો થોરી... ધીરજ રાખો થોરી રે
વ્હીસ્કી જેવી છોરી રે !

છોરી મળતાં આંખો ચોળી સિગ્નલ લીલાં જાગે જી
ને ઘટનાઓ કલાકના નેવુંની ઝડપે ભાગે જી
એક છોકરો ગલી મટી જઈ, બંને હાઈવે ધોરી... બંને હાઈવે ધોરી રે
વ્હીસ્કી જેવી છોરી રે !

ધ્યાનાકર્ષક નોટિસ માફક પસાર થઈ ગઈ ગોરી
પસાર થઈ ગઈ ગોરી રે !


0 comments


Leave comment