35 - ગુમાવું / ઉદયન ઠક્કર
સ્મરણોની જેમ સચવાઈ રહેલું
એ ફોટો આલબમ...
પહેલે પાને બાળકનું કલહાસ્ય
(ફોટો કાને મૂકવાનું મન થાય, હોં)
પછીને પાને, પાળ્યા તોય ના પાળ્યા જેવો પોપટ,
સાથે પિતા,
પોપટ હાળો ઉગ્ર સ્વભાવનો,
ખવડાવવા જાઓ મરચું ને ફોલી ખાય આંગળી,
પિતા પણ, ધિંગો કચ્છી માડુ,
પેરેલિસિસમાં શરીર થઈ ગયેલું પિંજરું.
એક વાર રહી ગયું ખુલ્લું :
પોપટ ઊડી ગયો
આ પિક્ચર – પરફૅક્ટ ફેમિલી જોયું કે ?
મમ્મી - પપ્પા - હું
ખોળો પાથરીને બેઠી છે મમ્મી
હસવાના પોઝમાં
જિંદગી આખી તેણે હસવાનો પોઝમાં આપ્યા કર્યો
લાંબાં લાંબાં ગુલાબી બાલસમ વચ્ચે ઝૂલતી
આ અમારી અગાસી
અમારે ચકલીઓ સાથે કાયમનો મતભેદ
અમે કહેતાં, ફૂલ સૂંઘવાનાં હોય,
ચકલીઓ કહેતી, ના, ચાખવાનાં હોય
આવા આવા તો કૈંક ફોટા
ચારે ખૂણે ગુંદર લગાડીને ચોંટાડી દીધેલું, બાળપણ
ગુમાઈ ગયું એકાએક
ફોટો આલબમ
મૂકાઈ ગયું ક્યાંક આડે હાથે કે શું ?
*
ગુમાવાની કળા
સાચવવા જેવી તો ખરી
દરિયાથી અળગાં ન થઈ શકતા મોજાં
દિવસરાત મસ્તક પછાડે,
પડછાયો
સાથે ને સાથે
રહે અને ઘસડાય
અવળે માથે
ગુમાઈ જવું,
શ્વેત પાંખોને ફડફડાવતાં નીકળી જવું.
રણકારની જેમ
ટન ટન ટન ટન
ધાતુની કેદમાંથી.
એ ફોટો આલબમ...
પહેલે પાને બાળકનું કલહાસ્ય
(ફોટો કાને મૂકવાનું મન થાય, હોં)
પછીને પાને, પાળ્યા તોય ના પાળ્યા જેવો પોપટ,
સાથે પિતા,
પોપટ હાળો ઉગ્ર સ્વભાવનો,
ખવડાવવા જાઓ મરચું ને ફોલી ખાય આંગળી,
પિતા પણ, ધિંગો કચ્છી માડુ,
પેરેલિસિસમાં શરીર થઈ ગયેલું પિંજરું.
એક વાર રહી ગયું ખુલ્લું :
પોપટ ઊડી ગયો
આ પિક્ચર – પરફૅક્ટ ફેમિલી જોયું કે ?
મમ્મી - પપ્પા - હું
ખોળો પાથરીને બેઠી છે મમ્મી
હસવાના પોઝમાં
જિંદગી આખી તેણે હસવાનો પોઝમાં આપ્યા કર્યો
લાંબાં લાંબાં ગુલાબી બાલસમ વચ્ચે ઝૂલતી
આ અમારી અગાસી
અમારે ચકલીઓ સાથે કાયમનો મતભેદ
અમે કહેતાં, ફૂલ સૂંઘવાનાં હોય,
ચકલીઓ કહેતી, ના, ચાખવાનાં હોય
આવા આવા તો કૈંક ફોટા
ચારે ખૂણે ગુંદર લગાડીને ચોંટાડી દીધેલું, બાળપણ
ગુમાઈ ગયું એકાએક
ફોટો આલબમ
મૂકાઈ ગયું ક્યાંક આડે હાથે કે શું ?
*
ગુમાવાની કળા
સાચવવા જેવી તો ખરી
દરિયાથી અળગાં ન થઈ શકતા મોજાં
દિવસરાત મસ્તક પછાડે,
પડછાયો
સાથે ને સાથે
રહે અને ઘસડાય
અવળે માથે
ગુમાઈ જવું,
શ્વેત પાંખોને ફડફડાવતાં નીકળી જવું.
રણકારની જેમ
ટન ટન ટન ટન
ધાતુની કેદમાંથી.
0 comments
Leave comment