39 - ટચૂકડી જા. * ખ. / ઉદયન ઠક્કર
ખોવાઈ છે ખોવાઈ છે ખોવાઈ છે
કૉન્વેન્ટ સ્કૂલના કમ્પાઉન્ડમાંથી, સંચાલકો
અને માતા-પિતાની બેદરકારીને કારણે,
પલક મીંચવા-ઉઘાડવા વચ્ચેની કોઈ ક્ષણે...
ગુજરાતી વાંચતી – લખતી એક આખી પેઢી.
ઓળખવા માટે નિશાની : ‘કાનુડાએ કોની
મટુકી ફોડી ?’ એમ પૂછો તો કહેશે, જૅક ઍન્ડ જિલની’
ગોતીને પાછી લાવનાર માટે ઇનામ...એકેય
નથી. કારણ કે એ હંમેશને માટે ખોવાઈ ચૂકી છે.
(લીડિયા સિગુર્નીની વેડફાયેલા સમય વિષેની પંક્તિઓ પરથી સૂઝેલો વિચાર.)

0 comments
Leave comment