19 - ઝાઝું શું સમજાવું.... / મનોહર ત્રિવેદી
ઝાઝું શું સમજાવું મીતને ?
પાંદડાંએ વરસાદી ટીપાં ઝીલ્યાં છે એમ ઝીલી લઉં હું ય તારા ગીતને
નભથી તે ઠેઠ અહીં ભોંય પે લ્હેરાઈ ગયું
ઝરમરનું ઝીણેરું પોત
છાંટાની જેમ જાત હું યે સમાઈ
ધરી ખોબો તું ઊભેલી હોત
વાયરાએ ઉઘાડી ઓઢણી : ઉધાડ જરી ઓછું બોલ્યાની તારી રીતને
પાણીનો અર્થ થાય : બંધ બે કમાડ
ભીંત–મોભારું–છાપરું ને નેવાં
પાણીનો અર્થ થાય : કોરીમોરી તરસ્યુંમાં
રોમરોમ પલળ્યાં – નાં હેવાં
પાણી અર્થાત્ સખી, દોમદોમ રાત : એની જાણ નથી હોતી પછીતને
ઝાઝું શું સમજાવું મીતને ?
*
૨૮-૦૭-૧૯૯૯ / બુધ

0 comments
Leave comment