20 - આડાઅવળા શબ્દો / મનોહર ત્રિવેદી


આડાઅવાળા શબ્દો : મેણાંટોણાં -*
હડી કાઢતાં ભરી બજારે અથર્યા અને અકોણાં

કરે મૌનની વાત કોઈ ત્યાં
પડી જતું બસ, વાંકું
તીક્ષ્ણ તર્કનાં તીર : હાથમાં
અર્થનર્થનાં ચાકું

કદી સૂરના શમિયાણામાં ટપટપ ટપકે રોણાં
કા હૈ અપના ઠામઠિકાણાં
કા હૈ અપના દેસ ?
પોતામાંથી નીકળી પોતે
ભજવે જુદા વેશ
ઉપરઉપરથી ભીનાં – ભીનાં : ભીતર ભેજ-વિહોણાં
આડાઅવળા શબ્દો : મેણાંટોણાં
હડી કાઢતાં ભરી બજારે અથર્યાં અને અકોણાં
*

૨૮-૦૫-૨૦૦૦ / રવિ
* કવિ શ્રી સુરેશ દલાલની અછાંદસ રચનાની પ્રથમ પંક્તિ


0 comments


Leave comment