41 - મસ્જિદબંદરમાં મણિલાલ નામે / ઉદયન ઠક્કર
મસ્જિદબંદરમાં મણિલાલ નામે
એક બદામી મરધો રહે છે
મરધીઓ પાસે કલગી ઝુલાવતો
નાના નાના મરઘાઓને બિવરાવતો
વાતે વાતે સૂરજ પ્રકટાવતો
મણિલાલ શું જાણે,
કે થોડા જ દિવસોમાં પોતે....
અને ધારો કે જાણી જાય, નાસી જાય
તો ચાર ગલ્લી દૂર ડોંગરીમાં પકડાશે
મુંબઈ મૂકે તો ખેતરોમાં ઝલાશે
જંગલમાં જાય તો ભીલડાના દાંતે ભરાશે
દરિયામાં ડાઇવ લગાવી તરતો તરતો ઇન્ડિયા ક્વિટ કરે
તો રોમ ને રંગૂનમાં રંધાશે
ખુશામત કરે તો મુર્ગ મસાલા
બગાવત કરે તો ચિકન ટંગડી !
કહો તમે જ કહો,
મણિલાલ જાય ક્યાં ? મણિલાલ કરે શું ?
એક બદામી મરધો રહે છે
મરધીઓ પાસે કલગી ઝુલાવતો
નાના નાના મરઘાઓને બિવરાવતો
વાતે વાતે સૂરજ પ્રકટાવતો
મણિલાલ શું જાણે,
કે થોડા જ દિવસોમાં પોતે....
અને ધારો કે જાણી જાય, નાસી જાય
તો ચાર ગલ્લી દૂર ડોંગરીમાં પકડાશે
મુંબઈ મૂકે તો ખેતરોમાં ઝલાશે
જંગલમાં જાય તો ભીલડાના દાંતે ભરાશે
દરિયામાં ડાઇવ લગાવી તરતો તરતો ઇન્ડિયા ક્વિટ કરે
તો રોમ ને રંગૂનમાં રંધાશે
ખુશામત કરે તો મુર્ગ મસાલા
બગાવત કરે તો ચિકન ટંગડી !
કહો તમે જ કહો,
મણિલાલ જાય ક્યાં ? મણિલાલ કરે શું ?
0 comments
Leave comment