42 - મિલેનિયમ / ઉદયન ઠક્કર


આકાશને કોઢિયું કરી નાખતી આતશબાજીઓ વચ્ચે ?
કે પૂર્વમાં ઊગું –ઊગું થતી તારલીના ટમટમાટમાં ?

મસ્ત મસ્ત ‘મેડોના’ની કુલ્લાઉછાળ ચીસે ?
કે ગમાણના સન્નાટામાં ?
આંધળી ઘેટાં- કતારમાં?
કે ભોળા ભરવાડોની આંખ સામે ?
સદીઓના મઘમઘતા માંડવે ?
કે ગોબરથી ગંધાતી આ ક્ષણે ?
‘બ્લડી મૅરી’ના લાલધૂમ ઘૂંટડે?
કે વર્જિન મૅરીની પહેલી ટશરે ?
તું પ્રકટશે
ક્યાં ?


0 comments


Leave comment