49 - સ્ફુલ્લિંગની સાંકળ / ઉદયન ઠક્કર
‘એ દોડજો, સીટી ‘અલ્યા આ કૈંડિયો કોનો?’ ‘હવે ભૈસાબ, અંદર આવતા ‘રો, રિસ્ક સારું નૈ’ તમારી ટ્રંકને હનુમાનજી પણ હાથ જોડે’ ‘ટિકિટ ક્યાં ?’ ‘હા, હા, પટારો તારો છે પણ પગ અમારા છે.’ ‘અરેરે, બેબી રહી ગઈ’ ‘ઊઠો વડીલ, તમારી સીટનો નંબર તો સાચો, ડબ્બો સાચો, ટ્રેન ખોટી છે.’ ‘ટિકિટની પાછળ પડ્યો છે ક્યારનો, તે ચોડી આપું ચમચમાવી કાન નીચે ? ફર્સ્ટ ક્લાસ ?
ભીડ એવી, ટૂંટિયું વાળી ગયું મન. કેટલે પહોંચ્યાં ? હવે ક્યાં જઈ રહ્યાં ? ( આ પૅક ડબ્બો !) બારી તો બે વેંત ઉઘાડો કોઈ....
( બારી ખૂલે)
ખેતરોમાં ખોડીને પગ
લ્હેરથી ડાંગર ઊભી.
ક્યાંય નહિ પૂગે
ફક્ત ઊગે
કણસલાદાર માંડે વાતડી
જે સાંભળી રહે સૂર્ય
વાદળ પર મૂકીને હડપચી
વૃક્ષ પોતાનામાં સંકોચાય
ત્યારે ખેડુ લાંબો થાય.
પણ સાંભળો,
પખવાજના પડછંદ – શા બોલોની પડછે
ઝીણાં ઝીણાં જલતરંગ.
પળમાં પુરાયા સાત રંગ
(આકાશમાં પીંછી ફરે?)
ઝૂલતી સ્ફુલ્લિંગની સાંકળ
એકાએક ક્યાંથી ઊતરે?
(બારી ફરી બંધ )
ટ્રેન કહેતાં આંધળો તોખાર છૂટ્યો, ચક્ર સળગ્યાં, બારીથી છિણાઈને તડકો પડ્યો,
હાંફ્યો પવન, ધબકાર કંઈ ધક્કે ચડ્યા.
ધડ ધધડ ખડ ખડ ખખડ
આ કોણ ચાલી
ઘૂમતી, ચકરાતી પોતાની ધરી પર
રાત-દિન, આઠે પ્રહર ?
ક્યાં જતી ? ક્યાં લઈ જતી આગળ અને આગળ ?
આગળ અને આગળ ?
રોકો !
ખેંચો કોઈ સ્ફુલ્લિંગની સાંકળ !
ભીડ એવી, ટૂંટિયું વાળી ગયું મન. કેટલે પહોંચ્યાં ? હવે ક્યાં જઈ રહ્યાં ? ( આ પૅક ડબ્બો !) બારી તો બે વેંત ઉઘાડો કોઈ....
( બારી ખૂલે)
ખેતરોમાં ખોડીને પગ
લ્હેરથી ડાંગર ઊભી.
ક્યાંય નહિ પૂગે
ફક્ત ઊગે
કણસલાદાર માંડે વાતડી
જે સાંભળી રહે સૂર્ય
વાદળ પર મૂકીને હડપચી
વૃક્ષ પોતાનામાં સંકોચાય
ત્યારે ખેડુ લાંબો થાય.
પણ સાંભળો,
પખવાજના પડછંદ – શા બોલોની પડછે
ઝીણાં ઝીણાં જલતરંગ.
પળમાં પુરાયા સાત રંગ
(આકાશમાં પીંછી ફરે?)
ઝૂલતી સ્ફુલ્લિંગની સાંકળ
એકાએક ક્યાંથી ઊતરે?
(બારી ફરી બંધ )
ટ્રેન કહેતાં આંધળો તોખાર છૂટ્યો, ચક્ર સળગ્યાં, બારીથી છિણાઈને તડકો પડ્યો,
હાંફ્યો પવન, ધબકાર કંઈ ધક્કે ચડ્યા.
ધડ ધધડ ખડ ખડ ખખડ
આ કોણ ચાલી
ઘૂમતી, ચકરાતી પોતાની ધરી પર
રાત-દિન, આઠે પ્રહર ?
ક્યાં જતી ? ક્યાં લઈ જતી આગળ અને આગળ ?
આગળ અને આગળ ?
રોકો !
ખેંચો કોઈ સ્ફુલ્લિંગની સાંકળ !
0 comments
Leave comment