29 - તારી માન્નો તું / મનોહર ત્રિવેદી


: તારી માન્નો તું :
અમથી મેં તો હોંશ કરી કીધું’ તું એમાં શું ?

મધરાતે જ્યાં જાણ થઈ ત્યાં મેં જ વગાડી થાળી
પ્હેલવારુકી મેં જ ઘરેઘર જૈ ઉઘડાવી જાળી

ભાનબળી હું એમ ઊડી’તી જાણે કે કાગળ-પત્તું

હરખપદુડી થૈને મેં તો માણું સાકાર વ્હેંચી-
અને અટાણે તું જ આંખીથી રઈ છો રીંસ ઊલેચી

કર્યાંકારવ્યાં પર તેં બાઈ, આમ ફેરવ્યું પોતું ?

હાબા જેવા ઘરમાં તારે લાખ પળોજણ હોય
લાલાને સાચવવા નવરી છે ગોવાલણ કોઈ ?

આફૂડી હું એક, તે ભૂલી જાઉં ફરી બધ્ધું
: તારી માન્નો તું :
*

૨૬-૦૭-૨૦૦૩/શનિ


0 comments


Leave comment