31 - મોરારિબાપુએ કીધું છે એટલે... / મનોહર ત્રિવેદી


મોરારિબાપુએ કીધું છે એટલે... કીધું છે એટલે....
કીધું છે એટલે જ જીવે છે
નકર, જીવવાથી મનિયો બઉ બીવે છે

બીજું તો સમજ્યા કે હોય મારા ભાય
આમ શ્વાસમાંયે ટેભા ને ટાંકા ?
ગાજ-બટન ટાંકતાં આ ટેરવાં વીંધાય
અને છાતીમાં ઊઠે સબાકા ?

જેમ થીંગડાંનભર ઝબ્ભામાં નટિયો મેરાઈ જાત તોડીને
લુગડાંવ સીવે છે....

ચારેપા ભર્યુંભર્યું ઉઘાડું આભ
છતાં નીરખે ના ઊઘાડી આંખે
પંખી પણ જાણે છે : ઊડવું જો હોય તો
ઊડવાનું પોતાની પાંખે

પગ પાસે છલકાતાં શીતળ તળાવ : હોય તરસ્યા જે
એ જ એને પીવે છે
*
૨૬-૦૨-૨૦૦૩


0 comments


Leave comment