32 - તું તારી રીતે જા / મનોહર ત્રિવેદી
કોઈ જાતું હળવે – હળવે કોઈ ઘાએ ઘા
તું તારી રીતે જા
તને ગમે તો આ પા જાજે અથવા પેલી પા
તું તારી રીતે જા
બંધ ઓરડા કદી ન ઝીલે કો’ શ્રાવણની હેલી
ઊલટ થાય તો ખોલી દે તું તારા ઘરની ડેલી
દોટ મૂકજે બજાર વચ્ચે દેહ ઉઘાડો મેલી
ને ફરીફરીને ન્હા
હોય અજાણ્યા કે જાણીતા : છતાંય મલકે હોઠ
રોજ ધૂળેટી ઊજવીએ માગી નજરુંની ગોઠ
હળ્યામળ્યા તો ઘેર ઊતરશે અવસરની કૈં પોઠ
રે ઉતાવળો કાં થા ?
કોઈ બાળકે ફૂલ ચીતરતાં મ્હોરી ઊઠી ભીંત
પતંગિયાને કોણ શીખવે છે ઉડવાની રીત ?
કોયલને ક્યાં કહ્યું હતું કે ગા ફાગણનું ગીત
તું ફાવે તે ગા
તું તારી રીતે જા
*
૨૬-૦૩-૨૦૦૩ / બુધ
તું તારી રીતે જા
તને ગમે તો આ પા જાજે અથવા પેલી પા
તું તારી રીતે જા
બંધ ઓરડા કદી ન ઝીલે કો’ શ્રાવણની હેલી
ઊલટ થાય તો ખોલી દે તું તારા ઘરની ડેલી
દોટ મૂકજે બજાર વચ્ચે દેહ ઉઘાડો મેલી
ને ફરીફરીને ન્હા
હોય અજાણ્યા કે જાણીતા : છતાંય મલકે હોઠ
રોજ ધૂળેટી ઊજવીએ માગી નજરુંની ગોઠ
હળ્યામળ્યા તો ઘેર ઊતરશે અવસરની કૈં પોઠ
રે ઉતાવળો કાં થા ?
કોઈ બાળકે ફૂલ ચીતરતાં મ્હોરી ઊઠી ભીંત
પતંગિયાને કોણ શીખવે છે ઉડવાની રીત ?
કોયલને ક્યાં કહ્યું હતું કે ગા ફાગણનું ગીત
તું ફાવે તે ગા
તું તારી રીતે જા
*
૨૬-૦૩-૨૦૦૩ / બુધ
0 comments
Leave comment