54 - લતાકુંજમાં / ઉદયન ઠક્કર
ન કૂંપળ, ન કળીઓ, ન કુસુમો, ન ક્યારો,
સુગંધોને હોતો હશે કંઈ કિનારો ?
લતાકુંજમાં કેમ ગુંજે સિતારો ?
છે ભમરા ? કે પાંખાળા સંગીતકારો ?
લળીને ઢળીને ટહુકા કહે છે
‘તમે ક્યાંથી અહીંયાં ? પધારો, પધારો !’
આ તોળાવું ઝાકળનું, તરણાની ટોચે
અને મારા મનમાં કોઈના વિચારો....
મને જોઈને ઘાસ હળવેથી બોલ્યું,
‘જરા આમ આવો, પગરખાં ઉતારો.’
સુગંધોને હોતો હશે કંઈ કિનારો ?
લતાકુંજમાં કેમ ગુંજે સિતારો ?
છે ભમરા ? કે પાંખાળા સંગીતકારો ?
લળીને ઢળીને ટહુકા કહે છે
‘તમે ક્યાંથી અહીંયાં ? પધારો, પધારો !’
આ તોળાવું ઝાકળનું, તરણાની ટોચે
અને મારા મનમાં કોઈના વિચારો....
મને જોઈને ઘાસ હળવેથી બોલ્યું,
‘જરા આમ આવો, પગરખાં ઉતારો.’
0 comments
Leave comment