57 - એ કહે, વરસાદ-માપક યંત્રને... / ઉદયન ઠક્કર
એ કહે, વરસાદ-માપક યંત્રને વાંચી જુઓ
હું કહું, થોડુંઘણું નળિયાને તો પૂછી જુઓ
પુસ્તકોને વાંચતાં બેઠા છો શું વરસાદમાં ?
ફરફરો, ફાટી જુઓ, ફફડી જુઓ, ખૂલી જુઓ
ગોંદરે ન્હાવા જવાનો એક પિરિયડ રાખજો
હાજરી પૂરેપૂરી મળશે, શરત મારી જુઓ
મારે ક્યાં મૌલિકપણાનો કોઈ પણ દાવો હતો ?
આપના મનની કહું છું વાત, સરખાવી જુઓ
આપ શું ગોત્યા કરો છો ? પાનું મૃત્યુનોંધનું ?
હોડી કાગળની સરકતી સેર પર ચાલી, જુઓ...
હું કહું, થોડુંઘણું નળિયાને તો પૂછી જુઓ
પુસ્તકોને વાંચતાં બેઠા છો શું વરસાદમાં ?
ફરફરો, ફાટી જુઓ, ફફડી જુઓ, ખૂલી જુઓ
ગોંદરે ન્હાવા જવાનો એક પિરિયડ રાખજો
હાજરી પૂરેપૂરી મળશે, શરત મારી જુઓ
મારે ક્યાં મૌલિકપણાનો કોઈ પણ દાવો હતો ?
આપના મનની કહું છું વાત, સરખાવી જુઓ
આપ શું ગોત્યા કરો છો ? પાનું મૃત્યુનોંધનું ?
હોડી કાગળની સરકતી સેર પર ચાલી, જુઓ...
0 comments
Leave comment