60 - કોની ફરતે ફરું... / ઉદયન ઠક્કર
કોની ફરતે ફરું ફેર ને ફૂદડી, કોઈ મોટું નથી, કોઈ નાનું નથી
ક્યાં નિયમ કામના, ખેંચ ને તાણના ? કોઈ આઘું નથી, કોઈ ઓરું નથી
આ સુદર્શન નયનચક્રની જાદુઈ જોડને આપ, હાં... હાં... જરા સાચવો
જો પલક બે પલક પણ ઉલાળ્યાં કશે, કોઈ ટકતું નથી, કોઈ બચતું નથી
કૂકડાનું રટણ સાંભળી સાંભળી, ઘુવડે એક નિસાસો નાખી દીધો
‘આ બિચારાને જઈ કોણ સમજાવશે ? કોઈ વ્હેલું નથી, કોઈ મોડું નથી’
મ્હેક મનમાં ને મનમાં જ મૂંઝાય છે, ક્યાં ગયો વાયરો ? ક્યાંય દેખાય છે ?
ગુપ છે પાંખડી, ચુપ છે પાંખડી, કોઈ બોલ્યું નથી, કોઈ ચાલ્યું નથી
સળસૂનો ઢોલિયો, પળસૂનું ટીપણું, જળસૂની માટ, સળવળસૂનો ઉંબરો
નેજવું કરી કરી બારીઓ બોલતી, ‘કોઈ આવ્યું નથી, કોઈ આવ્યું નથી’

0 comments
Leave comment