38 - વેળા થૈ / મનોહર ત્રિવેદી
વેળા થૈ પાછા વળવાની
ટેકરીઓની પાછળ સૂરજ નમ્યો :
સાંજ હમણાં ઢળવાની.....
ખેડૂના ડચકારા સીમે શમી જવાના
પગરવ ધીમાધીમાધીમા ફક્ત હવાના
ગોધણની ખરીએથી ઊકલે વાટ :
ઉતાવળ હોય વાછરુંને મળવાની....
પંખીના કલશોરે નભ ઊતરતું હેઠું
ને પરવશ ખેંચાઈ નીડમાં આવી પેઠું
હવે નિરાંતે કલબલતી કૈં વાત
ઝાડને ફરીફરીને સાંભળવાની ?....
વાળુથી પરવારી કીધો ઢાંકોઢૂંબો
અધીર ત્યાં ઘૂંટાય ઢોલિયે ઘેનકહુંબો
અરે કડાકૂટ હોય રોજની આમ
ઠામડાં ઊટકવાં ને વીંછળવાની ?...
*
૨૧-૦૬-૨૦૦૩/શુક્ર
ટેકરીઓની પાછળ સૂરજ નમ્યો :
સાંજ હમણાં ઢળવાની.....
ખેડૂના ડચકારા સીમે શમી જવાના
પગરવ ધીમાધીમાધીમા ફક્ત હવાના
ગોધણની ખરીએથી ઊકલે વાટ :
ઉતાવળ હોય વાછરુંને મળવાની....
પંખીના કલશોરે નભ ઊતરતું હેઠું
ને પરવશ ખેંચાઈ નીડમાં આવી પેઠું
હવે નિરાંતે કલબલતી કૈં વાત
ઝાડને ફરીફરીને સાંભળવાની ?....
વાળુથી પરવારી કીધો ઢાંકોઢૂંબો
અધીર ત્યાં ઘૂંટાય ઢોલિયે ઘેનકહુંબો
અરે કડાકૂટ હોય રોજની આમ
ઠામડાં ઊટકવાં ને વીંછળવાની ?...
*
૨૧-૦૬-૨૦૦૩/શુક્ર
0 comments
Leave comment