42 - માણસને જોઈ / મનોહર ત્રિવેદી


માણસને જોઈ જોઈ આંખો ઠરે ને
કાંઈ બોલાશે હસી ઊઠે હોઠ
બીજું શું જોઈએ આપણને બંધવા !
બીજું જે માગે તે ઠોઠ ! –

સામે બાંધેલ હોય મેડીબંધ ખોરડું ને ભોગળ ભીડેલ મળે ડેલું,
આવકારો છાતીમાં અટવાઈ જાય : કોણ આવેતુ થાય અહીં ઘેલું ?

પગરવથી થાય જેનાં બારણાંઓ રાજી
ત્યાં સુખની કૈં ઠલવાતી પોઠ-

દીવડાથી નજરુંને ફેરવી લેનાર એવા દુખિયાની દિવાળી છેટી
નખથી તે માથા લગ ધૂળે જે ન્હાય એને ઘેર રોજ આવે ધૂળેટી

ઉમળકે ભર્યાભર્યા મળતા બે હાથ
એવી દીઠીના ક્યાંય કદી ગોઠ –
*

૧૫-૧૧-૨૦૦૫ / દેવદિવાળી


0 comments


Leave comment