44 - ધૂળભરેલા પગને- / મનોહર ત્રિવેદી


ધૂળભરેલા પગને મારગ આપતી બાવળકાંટ્ય...

જાર લણી તો પંડ્યથી એની છૂટતી કેવી મ્હેક
કેમ ઉતાવળ પાનીએ પૂગી ? વડ્યમાં એને ફેંક

ચોંપ રાખીને ચાલીએ તોપણ પડશે દીવે વાટ્ય....

આપણા જોગો આપણો હરખ કોઈ ના લૂંટી જાય
બે’ક ખોબાથી નીર નદીના એમ શું ખૂટી જાય ?

સંભાળ ઓઠાં સંગમાં : હેઠે મૂક્ય ચારાની ફાંટ્ય....

રોજ ભલે દી’ આથમે છતાં આજના જેવો નંઈ
સાનમાં તું ના સમજે, લે, તો કાનમાં રાખું કઈ

અગતો* રાત્યે રાખ્ય અટાણે નજરું થોડી છાંટ્ય....
*

૧૩-૦૯-૨૦૦૬ / બુધ
*અગતો – છુટ્ટી, રજા


0 comments


Leave comment