64 - જાતને તેં જયારે શણગારી હશે... / ઉદયન ઠક્કર
જાતને તેં જયારે શણગારી હશે
ઈશ્વરે પણ આંખ મિચકારી હશે
દુખ, દુસ્વપ્નો, જેને આભારી હશે
સેંકડે નવ્વાણુ, સન્નારી હશે
આંસુ ? તે પણ આપ સૌની આંખમાં ?
વ્યાજ અંગત, મૂડી મજિયારી હશે
કોના આંસુસોંસરા નીકળ્યા તમે ?
સાત રંગો કોને આભારી હશે ?
ઈશ્વરે પણ આંખ મિચકારી હશે
દુખ, દુસ્વપ્નો, જેને આભારી હશે
સેંકડે નવ્વાણુ, સન્નારી હશે
આંસુ ? તે પણ આપ સૌની આંખમાં ?
વ્યાજ અંગત, મૂડી મજિયારી હશે
કોના આંસુસોંસરા નીકળ્યા તમે ?
સાત રંગો કોને આભારી હશે ?
0 comments
Leave comment