65 - દિવસરાત આ કોણ... / ઉદયન ઠક્કર


દિવસરાત આ કોણ વળ ફેરવે છે ?
હતી જીવાદોરી સરળ – ફેરવે છે

શરૂઆતમાં મેળવે માત્ર આંખો
પછી પટપટાવીને, કળ ફેરવે છે

સરું દૂર ને દૂરના વર્તુળોમાં
તું એવું અજાયબ વમળ ફેરવે છે !

હવે કુંજ-કુંજે મધુમક્ષિકાઓ
વસંતો હવે વાયુદળ ફેરવે છે

ફરી વળશે પાણી સંબંધોની ઉપર
એ અણીયાળાં નેત્રો, સજળ, ફેરવે છે


0 comments


Leave comment